BREAKING Global markets rally as tech stocks surge... New AI technologies set to revolutionize the digital world... Top companies announce massive investments for 2026...
💬 જાહેરાત આપવા માટે અહી ક્લિક કરો અને ડાયરેક્ટ Instagram પર મેસેજ કરો!

રશિયાએ ભારત માટે એવું નિવેદન આપ્યું કે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, જાણો શું છે વિગત!

રશિયાએ ભારત માટે એવું નિવેદન આપ્યું કે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, જાણો શું છે વિગત!

દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ બેઠકમાં રશિયાએ ભારત વિશે એક એવું વિસ્ફોટક નિવેદન આપ્યું છે, જેનાથી ઈસ્લામાબાદના ગઢમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષોથી મધ્યસ્થી બનવાના પાકિસ્તાનના સપના પર પાણી ફેરવતા લાવરોવે ભારતની કુશળતા પર મહોર મારી છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના ખતરનાક તણાવને રોકવા માટે હવે ભારત કેવી રીતે 'ગેમ ચેન્જર' સાબિત થશે, તે જાણવા જેવું છે.


  • રશિયાએ ભારતને અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી ગણાવ્યું (India Iran USA Mediator)
  • પાકિસ્તાનની ભૂમિકા પર ઉઠ્યા સવાલો, રશિયાએ ભારત પર મૂક્યો ભરોસો
  • પીએમ મોદી ( અને લાવરોવ વચ્ચે વૈશ્વિક સ્થિતિ અંગે થઈ ખાસ ચર્ચા
  • ઈરાન અને યુએઈ વચ્ચેની તણાવપૂર્ણ ચર્ચામાં ભારત રહ્યું સંતુલિત

તાજેતરમાં દિલ્હી (Delhi) ખાતે યોજાયેલી બ્રિક્સ (BRICS) વિદેશ મંત્રીઓની બેઠકમાં રશિયાએ (Russia) ભારતની વધતી વૈશ્વિક શક્તિનો સ્વીકાર કરીને પાકિસ્તાનને જોરદાર આંચકો આપ્યો છે. રશિયન વિદેશ મંત્રી (Foreign Minister) સેરગેઈ લાવરોવ (Sergey Lavrov) એ જણાવ્યું હતું કે, અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચેના વધતા તણાવને ડામવા માટે ભારત એક 'લાંબા ગાળાના મધ્યસ્થી' (Long-term Mediator) તરીકેની ભૂમિકા ભજવવા માટે સૌથી સક્ષમ રાષ્ટ્ર છે.

India Iran USA Mediator : પાકિસ્તાનની વિશ્વસનીયતા પર ઉઠ્યા સવાલો

લાવરોવના આ નિવેદનથી ઈસ્લામાબાદમાં (Islamabad) ચિંતા પ્રસરી છે, કારણ કે પાકિસ્તાન લાંબા સમયથી વોશિંગ્ટન (Washington) અને તેહરાન (Tehran) વચ્ચે મધ્યસ્થી હોવાનો દાવો કરી રહ્યું છે. જોકે, લાવરોવે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન માત્ર સંપર્ક સ્થાપવામાં મદદ કરી રહ્યું છે, જ્યારે વિશ્વસનીય અને સ્થિર મધ્યસ્થી તરીકે ભારતનો રાજદ્વારી અનુભવ વધુ અસરકારક સાબિત થઈ શકે છે. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ (Lindsey Graham) એ પણ અગાઉ પાકિસ્તાનના ઈરાદાઓ પર શંકા વ્યક્ત કરી હતી, જ્યારે ઈરાને પણ પાકિસ્તાન પર અમેરિકાના દબાણ હેઠળ હોવાનો આરોપ લગાવ્યો હતો.

ભારતનું સંતુલિત રાજદ્વારી વલણ

રશિયાએ ભારતની સંતુલિત વિદેશ નીતિ (Balanced Foreign Policy) ની મુક્તમને પ્રશંસા કરી છે. ભારત એક તરફ ઈરાન સાથે ઉર્જા અને કનેક્ટિવિટી (Connectivity) ક્ષેત્રે જોડાયેલું છે, તો બીજી તરફ અમેરિકા સાથે તેની વ્યુહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. બ્રિક્સ બેઠક દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) એ પણ સ્પષ્ટ કર્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર માટે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અને લાલ સમુદ્ર (Red Sea) જેવા દરિયાઈ માર્ગોની સુરક્ષા અનિવાર્ય છે.

ઈરાન અને યુએઈ વચ્ચે તણાવ

આ બેઠકમાં ઈરાન અને યુએઈ (UAE) વચ્ચે પણ ગંભીર અને ગરમાગરમ ચર્ચાઓ થઈ હતી. લાવરોવે ખુલાસો કર્યો હતો કે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, પરંતુ ભારતે કુનેહપૂર્વક રાજદ્વારી સંતુલન જાળવી રાખ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથેની અલગ મુલાકાતમાં પણ લાવરોવે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ઊંડી ચર્ચા કરી હતી, જેમાં ભારતે ફરી એકવાર સંવાદ અને કૂટનીતિ (Diplomacy) પર ભાર મૂક્યો હતો.