Welcome to Rome, my friend! PM Modi Italy પહોંચતા જ મેલોનીની સોશિયલ મીડિયા પોસ્ટે મચાવી ધૂમ
- PM Modi Italy Visit : પીએમ મોદી પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલી પહોંચ્યા
- ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સેલ્ફી શેર કરી કર્યું ખાસ સ્વાગત
- "રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર!" — મેલોનીની સોશિયલ પોસ્ટ વાયરલ
- એરપોર્ટ પર નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તાજાનીએ કર્યું ઉષ્માભર્યું વેલકમ
- રોમની હોટલમાં પીએમ મોદીના સન્માનમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
PM Modi Italy Visit : મેલોનીએ સોશિયલ મીડિયા પર શેર કરી ખાસ તસવીર
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના વિશેષ અને સત્તાવાર આમંત્રણ પર યોજાઈ રહેલી આ મુલાકાત પીએમ મોદીની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય ઇટાલી મુલાકાત (India Italy Bilateral Visit) છે. પીએમ મોદીના રોમ આગમન પર જ્યોર્જિયા મેલોનીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર પીએમ મોદી સાથેની એક શાનદાર સેલ્ફી શેર કરી હતી. આ ફોટોના કેપ્શનમાં મેલોનીએ ખૂબ જ આત્મીયતા સાથે લખ્યું કે, "રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર!" આ સોશિયલ મીડિયા પોસ્ટ સોશિયલ પ્લેટફોર્મ્સ પર જોરદાર ટ્રેન્ડ કરી રહી છે અને બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોની સાક્ષી પૂરે છે.
રોમ એરપોર્ટ પર નાયબ વડાપ્રધાને કર્યું સ્વાગત
આ હાઈ-પ્રોફાઈલ વિદેશ પ્રવાસ અંતર્ગત પીએમ મોદી રોમ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ઇટાલીના નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તાજાની (Antonio Tajani) એ પ્રોટોકોલ મુજબ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના આગમનને લઈને ઇટાલીમાં વસતા ભારતીય સમુદાય (Indian Diaspora) માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ પણ હોટલની બહાર એકઠા થયેલા ભારતીય ડાયસ્પોરાના લોકો સાથે મુલાકાત કરી પ્રત્યક્ષ વાતચીત કરી હતી.