BREAKING Global markets rally as tech stocks surge... New AI technologies set to revolutionize the digital world... Top companies announce massive investments for 2026...
💬 જાહેરાત આપવા માટે અહી ક્લિક કરો અને ડાયરેક્ટ Instagram પર મેસેજ કરો!

Taiwan મુદ્દે અમેરિકામાં રાજકીય સંગ્રામ, ટ્રમ્પની ચીન મુલાકાત વચ્ચે ડેમોક્રેટ્સની ગંભીર ચેતવણી

Taiwan મુદ્દે અમેરિકામાં રાજકીય સંગ્રામ, ટ્રમ્પની ચીન મુલાકાત વચ્ચે ડેમોક્રેટ્સની ગંભીર ચેતવણી

Taiwan Policy Controversy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ચીનની મુલાકાતે છે ત્યારે અમેરિકામાં રાજકારણ ગરમાયું છે. અમેરિકામાં તાઈવાન મુદ્દે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ચાર વરિષ્ઠ ડેમોક્રેટિક સાંસદોએ ટ્રમ્પને પત્ર લખીને ચીન સામે ઝૂકવાને બદલે અમેરિકાની દાયકાઓ જૂની 'વન-ચાઈના પોલિસી' (One-China Policy) પર અડગ રહેવા તાકીદ કરી છે.



Taiwan Policy Controversy : ટ્રમ્પની ચીન મુલાકાત વચ્ચે તાઈવાન મુદ્દે હોબાળો!

  • ચાર વરિષ્ઠ સાંસદોએ ટ્રમ્પને લખ્યો પત્ર
  • 'વન-ચાઈના પોલિસી' પર અડગ રહેવા કડક ચેતવણી
  • તાઈવાનને હથિયારો આપવા મુદ્દે અમેરિકામાં ખેંચતાણ
  • શી જિનપિંગ સાથેની મુલાકાત પહેલાં વોશિંગ્ટનમાં હલચલ
  • તાઈવાન સ્ટ્રેટમાં શાંતિ જાળવવા સાંસદોની ટ્રમ્પને અપીલ

Taiwan Policy Controversy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ચીનની મુલાકાતે છે ત્યારે અમેરિકામાં રાજકારણ ગરમાયું છે. અમેરિકામાં તાઈવાન મુદ્દે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ચાર વરિષ્ઠ ડેમોક્રેટિક સાંસદોએ ટ્રમ્પને પત્ર લખીને ચીન સામે ઝૂકવાને બદલે અમેરિકાની દાયકાઓ જૂની 'વન-ચાઈના પોલિસી' (One-China Policy) પર અડગ રહેવા તાકીદ કરી છે. જો કે આ સાંસદોમાં ગ્રેગરી મીક્સ, રો ખન્ના, જીમ હિમ્સ અને એડમ સ્થિમ જેવા મોટા નેતાઓનો પણ સમાવેશ થયો છે.

Taiwan Policy Controversy : શાંતિ અને સ્થિરતા જોખમાવાની ભીતિ

ઉલ્લેખનીય છે કે કાયદા ઘડનારાઓએ ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની સ્થાપિત તાઈવાન નીતિથી સહેજ પણ ધ્યાન ભટકશે તો તાઈવાન સ્ટ્રેટમાં શાંતિ અને સ્થિરતા જોખમાઈ શકે છે. પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યુએસ નીતિ ત્રણ સ્તંભો પર ટકેલી છે. તાઈવાન રિલેશન્સ એક્ટ (TRA), ત્રણ સંયુક્ત સંદેશાવ્યવહાર અને 'છ ખાતરીઓ' (Six Assurances). આ નિયમો હેઠળ અમેરિકા તાઈવાનને તેની સુરક્ષા માટે રક્ષણાત્મક શસ્ત્રો આપવા બંધાયેલું છે.